Thursday, September 1, 2011

HEMANT PATELS BLOG ATLEST EVERY DHODIYA HAVE TO READ IT ONCE

Language

Dhodia is a tribal language, which is still spoken in some parts of Gujarat, Daman and Diu, Dadra and Nagar Haveli, Madhya Pradesh, Maharashtra, Karnataka and Rajasthan.
It is part of the Bhil Language.
Here are some translations of Dhodia words into Gujarati and English:






History

There are many theories on the origination of the Dhodias, which relate to historical data and archaeological findings in the Maharashtra and Gujarat states of India. The overall population of Dhodias is very large, it is estimated that there are 5500000 Dhodias in Gujarat alone. The following theories are linked to the research presented in the 1901 Bombay Presidency Gazetteer:

Dhulia Theory

The Dhodias are said to originate from the Dhulia district in the state of Mahrashtra. They later migrated to the Daman and Dadra & Nagar Haveli areas of Gujarat. Many Dhodias now reside in the Navsari and Valsad district in Gujarat, however there is also a population of Dhodias in Mumbai.

Dhuda Theory

It is assumed that the word Dhodia derived from the Dravidian (ancient Indian civilisation) word Dhuda. The Dhodias were referred to as Dhoda in the Dravidian dialect, which translates to "big". Dhoda is later said to have become Dhodia.

Dhundi Theory

The Dravidian word Dhundi translates to sickle, which is a tool largely utilised by the Dhodias in their everyday life. Uses of the sickle range from farming to craftsmanship; it was even used in the kitchen.


TODAY Dhodia Patel

There are many beliefs about the origin of the term "dhodia".One is that they came from a place called Dhulia. The other belief is that the Rajputs from around the Dholka taluka, married local women in the tribal villages and later their descendents established themselves as Dhodia. However, these all just folklore that are yet to be supported by scientific or historic data.


The majority of the Dhodia tribes are located in the southern part of Gujarat, Surat and Valsad districts, Daman and Diu, Dadra and Nagar Haveli, Madhya Pradesh, Maharashtra, Karnataka, Rajasthan of India. The Dhodia tribes speak the Dhodia language. It is a language which is a mixture of unique words, as well as some words influenced by gujarati as well as Marathi


The majority of Dhodia believe in and are devoted to "Kanasari" or "Kanseri"(Goddess of food). They celebrate the "Kanseri" annually at harvest. The "Kaneseri" Goddess means the Goddess "Annapurna".


The Dhodia also celebrate "Divaso".
The Festivals "Holi" and "Diwali" are also celebrated with full of joy.Vagh baras is also celebrated in a unique fashion in some Dhodia villages where, men colour themselves in stripes representing the Vagh and others as plain white or other colours denoting cattle. The tiger chases the cattle. Finally at the end of the sport the village inhabitants eat food together at a common place and celebrate.


Navratri is also celebrated by the Dhodia. They dance to the tune of tur for the garba.Education:Dhodias are most beneficiary of tribal reservation in Gujarat.They are mostly teachers then comes to doctors/engineers. Dhodia are predominantly farmers.They are slowly starting to take part in business also. 


આ વિભાગ તમને ગ્રામીણ જીવનનો ખ્યાલ આપે છે. એ તમને તેઓ ક્યા રહે છે, તેમની સામાન્ય માન્યતાઓ અને સાંસ્ક્રુતિક જીવનનુ વર્ણન કરે છે. તે તમને જન્મ - મરણની ધાર્મિક વિધિઓ, લગ્નના રીતિરિવાજો, તહેવારો અને તેમના જીવન પ્રત્યેના સામાન્ય વિચારો વિશે જાણકારી આપશે. આદિવાસી આહાર વિશે લખવાનો પ્રયત્ન પણ કરવામા આવેલો છે.
 
  • અત્યારે ધોડિયાઓની વસ્તી લગભગ ૧૫૦૦૦૦૦ (૨૦૦૭ ચુંટણીની માહિતી)છે અને મોટાભાગના લોકો દક્ષિણ ગુજરાતમાં રહે છે, તે પણ મોટાભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દીવ - દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાષિત પ્રદેશોમા રહે છે. કેટલાક ધોડિયાઓ ભારતમા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમા રહેતા હોવાનો અહેવાલ મળેલ છે. ધોડિયાઓ ધોબી, ધોડી, ધોડે, ધોવાડી અને ડોળિયા જેવા અન્ય નામોથી પણ જાણીતા છે.
    આ વેબપેજ ઉપર ગુજરાત અને મહારષ્ટ્રમા રહેતી ધોડિયા વસ્તી વિશે સંયુક્ત વર્ણન કરવામાં આવેલુ છે, કારણ કે તેઓ સમાન સંસ્ક્રુતિ, ભાષા અને ગાઢ નિકટતા ધરાવે છે.

    (અન્ય વિસ્તારોના ધોડિયા સમાજ વિશે વધુ મહિતી ઉપલબ્ધ નથી. અમને માહિતીની જરૂર છે, જો તમે જાણતા હો તો અમારી સાથે સંપર્ક કરો.)
    એક આદિવાસી વસ્તી, જેને ધોડિયા / ધોડી નામથી જાણવામા આવે છે તેનો પાકિસ્તાનમા હોવાનો અહેવાલ મળેલ છે. તેમ છતા એક અહેવાલ અનુસાર ભારતના ધોડિયા અને પાકિસ્તાનના ધોડી સમાન નથી. તેમની વચ્ચે પુર્વજોનુ કોઇ જોડાણ હોઇ શકે, પણ આદિવાસીઓ સમય સાથે સાંસ્ક્રુતિક રીતે એકદમ અલગ પડી ગયા છે. પાકિસ્તાનના ધોડિયાઓ ઇસ્લામ ધર્મ પાળે છે અને મોટાભાગે સિંધી ભાષા બોલે છે. તેમનામાંથી કેટલાક મુલ્તાની, કચ્છી, કોળી, વડીયાર ભાષા પણ બોલે છે.

    આજે ઘણા ધોડિયાઓ ગુજરાતના તેમજ ભારતના વિવિધ ભાગોમા રહે છે. કેટલાક ધોડિયાઓએ પોતાની પાંખો દુનિયાના ઘણા ખુણાઓમા વિસ્તારી ચુક્યા છે. તેમ છતા, હિજરત કરનારા લોકોની સંખ્યા ઘણી નાની છે અને મોટાભાગના ધોડિયાઓ હજુ પણ આધુનિક સમાજ સાથે જોડાવવા માટે મથી રહ્યા છે, જે આજે વધુને વધુ સ્પર્ધાત્મક બની રહ્યુ છે.


  • There is no documented history of the origins of Dhodia. However folklores passed from generation to generation as well as archealogical evidences propose various theories.
    The  most  popular  theory  among old  people  we  met  is  that  in the old old days the Jadhav Rajput descendents  of  Lord Krishna called  Dhana and Roopa came from Dwarka  to settle down  in Dholka Dhandhuka  near  the  Narmada. They  came  with  thousands  of  people  from  their  community  to the region of  South Gujarat and married women called Sani and Jheeni of the local Naika community. Since they came with a lot of cattle (dhor),this community was called "Dhorwala" which then changed to Dhodia. There could be some truth in this theory because, essentially the Jadhav's are known to be cowherds.  In  the  northern  part  of  India, there  are  Rajput comminities called Garasiya and a lot of Dhodia kuls (individual clans) have names that have Garasiya. In present day Saurastra, there are Rajput communities which bear the second name of  Dodiya which also sounds close to Dhodiya but I have no idea if this has relevance.

    ધોડિયાઓના ઉદભવનો કોઇ નોંધેલ ઇતિહાસ નથી. તેમ છતા પેઢી દર પેઢી લોકકથાઓ બદલાતી રહે છે અને બાંધકામના ચિન્હો પણ વિવિધ સિદ્ધાંતો આપે છે.
    અમે જે પણ લોકોને મળ્યા તેમનામા સૌથી પ્રચલિત સિદ્ધાંત એ છે કે ઘણા પહેલાના દિવસોમા જાધવ રાજપુત, ભગવાન ક્રુષ્ણના સંતાનો ધણા અને રૂપા દ્વારકાથી નર્મદા પાસે ધોળકા - ધંધુકામા સ્થાયી થયા. તેઓ તેમના સમાજના હજારો લોકો સાથે દક્ષિણ ગુજરાતમા આવ્યા અને નાયકા સમાજની શની અને ઝીણી સ્ત્રીઓ સાથે તેમણે લગ્ન કર્યા. તેઓ તેમની સાથે ઘણા પશુઓ લયીને આવેલા, એટલે તેમને 'ઢોરવાળા' તરીકે ઓળખવામા આવ્યા જેમને પાછળથી 'ધોડિયા' બન્યા. આ સિદ્ધાંતમા થોડુ સત્ય હોય પણ શકે કારણ કે જાધવો ગોવાળો તરીકે ઓળખાતા હતા. ઉત્તર ભારતમા રાજપુત સમાજ છે જેને ગરાસિયા તરીકે ઓળખવામા આવે છે અને ઘણા ધોડિયા કુળો ગરાસિયા નામ ધરાવે છે. આજના સમયે સૌરાષ્ટ્રમા ડોળિયા નામના રાજપુતો રહે છે, જે પણ ધોડિયાને મળતુ આવે છે પણ મને કોઇ વિચાર નથી કે તેમની વચ્ચે કોઇ સંબધ છે.

    The  other  possibility  which has some support is that Dhodia came from the town of Dhulia  in present day Maharashtra. Two Rajput princes called Dhan Singh and Roop Singh came over to  the  forests  around  Valsad  and  Surat. These  princes  married the local damsels from the Naika community. Their  descendents  came  to  be  known  later  as Dhodia. Supported by the fact that the language  of  the Dhodia  resembles Marathi, and the close proximity of Valsad-Surat and Dhulia, this also seems an equally likely possibility.

    અન્ય શક્યતા તે છે કે ધોડિયા લોકો આજના મહારાષ્ટ્રના ધુલીયાથી આવેલા છે. ધનસિંઘ અને રૂપસિંઘ નામના બે રાજપુત રાજકુમારો વલસાડ અને સુરતના જંગલોમા આવ્યા અને નાયકા સમાજની સ્ત્રીઓ સાથે પરણ્યા. તેમના સંતાનો પાછળથી ધોડિયા તરીકે જાણીતા થયા. ધોડિયાને મળતી આવતી મરાઠી ભાષા અને ધુલીયાની સુરત - વલસાડ સાથેની નિકટતા તેને ટેકો આપે છે.


    It  might be hard to really prove or disprove either  of these theories at the moment, but hopefully when at  some  point  of  time  the  community  or  government  becomes  prosperous  enough  to afford the available genetic, evolution mapping techniques, we might get answers to these complex questions in origin of Dhodia which time  has now erased.


    હાલના તબક્કે આ સિદ્ધાંતો સાચા છે કે ખોટા, તે કહેવુ મુશ્કેલ છે, પણ સમયના કોઇ ક્ષણે જ્યારે સમાજ કે સરકાર વધુ એટલી ધનવાન બની જશે કે જે જનિની, ઉત્ક્રાંતિ માપક તકનિકોનો ઉપયોગ કરી શકે, ત્યારે આપણે કદાચ ધોડિયાઓના ઉદભવના પ્રશ્નોનો ઉત્તર મેળવી શકીશુ.


    Apart from these there are other theories proposed  which make things even more confusing.
    a)It is assumed that the word Dhodia derived from the Dravidian (ancient Indian civilisation) word  Dhuda. The Dhodias  were  referred  to  as  Dhoda in the Dravidian dialect, which translates to "big". Dhoda is later said to have become Dhodia. 
    b)The Dravidian word Dhundi translates to sickle, which is a tool largely utilised by the Dhodias in their everyday life. Uses of the sickle range from farming to craftsmanship; it was even used in the kitchen  
    c)It could be possible that the word Dhodia arrived from "Dhundi "which means a small thatched hut. 
    d)Another possibility is that the word could be derived from "Dhur" which refers to soil.


    આ બન્નેને છોડીને અન્ય ઘણા સિદ્ધાંતો બનાવવામા આવ્યા છે જે વસ્તુને વધુ ગુંચવી રહ્યા છે.
    અ) એમ માનવામા આવે છે કે ધોડિયા શબ્દ દ્રવિડીયન (પ્રાચીન ભારતીય સંસ્ક્રુતિ) શબ્દ ધુડા પરથી આવ્યો છે.ધોડિયાઓ દ્રવિડીયન સમાજમા 'ધોડા' નામથી જાણીતા હતા, જેનો અર્થ 'વિશાળ' થાય છે. કહેવામા આવે છે કે ધોડા પાછળથી ધોડિયા બન્યા. 
    બ) દ્રવિડીયન શબ્દ ધુંડીનો અર્થ દાંતરડુ થાય છે, જે ધોડિયાઓ રોજબરોજના જીવનમા વ્યાપક રીતે વાપરે છે. દાંતરડાનો ઉપયોગ ખેતીથી માંડીને શિલ્પકલામા પણ થાય છે, તે રસોડામા પણ વપરાય છે.
    ક) તે પણ શક્યતા છે કે ધોડિયા શબ્દ 'ધુંડી' પરથી આવ્યો છે જેનો અર્થ છાપરાવાળુ ઝુંપડુ થાય છે.
    ડ) અન્ય શક્યતા તે પણ છે કે તે શબ્દ 'ધુળ' પરથી આવેલો હોય જેનો અર્થ જમીન થાય છે.


  • ધર્મ અને રિવાજો 
  • પ્રારંભિક ધોડિયાઓનો ધર્મ


    પ્રારંભિક ધોડિયાઓને તેમનો અલગ પ્રકારનો ધર્મ હતો જેમા તેઓ તેમના ભગવાન અને કુળદેવતાઓને વ્યક્તિગત પૂજતા હતા. સામાન્ય રીતે એક વ્રુક્ષ - 'ગામ દેવતા'નો નિવાસ, તે મંદિર છે. પત્થરના અલગ અલગ ટુકડાઓ જુદા જુદા ગામના દેવતાઓ અને માન્યતાઓને દર્શાવે છે. તેવા જ એક ધોડિયા ગામના 'ગામ દેવતા' બાજુમાં દર્શાવેલ છે.


    કાપણી અને મહત્વના તહેવારોના સમયે ગામ દેવતાના સ્થળે બાધા રાખવામા આવે છે. સ્થાનિક ભગત (પૂજારી) ને કોઇક વાર પૂજા માટે આમંત્રણ આપવામાં આવે છે. તેમ છતા, મોટે ભાગે કુટુંબના મુખ્ય / વડીલો પૂજા કરે છે.


    ભુતડા અને ખતરા પણ વ્યાપક રીતે મનાય છે.


    અન્ય ધોડિયા માન્યતા એ છે કે દરેક કુટુંબે કુળદેવતા અથવા બ્રમ્હદેવની મુલાકાત લેવી જ જોઇએ. દરેક કુટુંબને અલગ કુળદેવતા હોય છે.


    મોટા ભાગના ધોડિયાઓ 'કનસારી' કે 'કંસેરી' (અન્નદેવી) ને માને છે. વાર્ષિક કાપણીના સમયે 'કંસેરી' ઉજવે છે. 'કંસેરી' એટલે કે 'અન્નપૂર્ણા કે ઉમિયામાતા'. પત્થર એ ધાર્મિક શક્તિના બાહ્ય સ્વરૂપો છે જે અને બધા જ ધોડિયા ઘરોમા મળી આવે છે.


    ધોડિયાઓ 'માવલી' નામની દેવીને પણ પૂજે છે.


    નવા લગ્ન સમયે ગામ દેવતા, કુળદેવતા, કંસેરી અને માવલીના આશીર્વાદની જરૂર રહે છે.


    હિન્દુત્વ


    પહેલાના સમયમાં, આજુબાજુના હિન્દુ સમાજના સંપર્કના લીધે, ઘણા ધોડિયાઓએ હિન્દુ દેવોને સ્વીકાર્યા અને ધીરે ધીરે પોતાને હિન્દુ કહેવા લાગ્યા. આજના સમયમાં, મોટા ભાગના ધોડિયાઓ હિન્દુ ધર્મ પાળે છે અને હિન્દુ તહેવારો ઉજવે છે જેમા દિવાળી, હોળી, રક્ષાબંધન અને નવરાત્રિનો સમાવેશ થાય છે.


    જુદા જુદા સંપ્રદાયો સાથે વધતા જતા સંપર્કના લીધે, ઘણા ધોડિયાઓએ મોક્ષમાર્ગી, સનાતન ધર્મ, સ્વામિનારાયણ, આસારામ બાપુ અને અન્ય ઘણા સંપ્રદાયો સ્વીકાર્યા છે. આ સંપ્રદાયોની ઘણી વ્યાપક અસર છે અને ધોડિયા જીવનશૈલીને ઘણી રીતે બદલી છે તથા જુના સાંસ્ક્રુતિક રિવાજોને પણ બદલ્યા છે. પરંપરાગત આદિવાસી સંસ્ક્રુતિ ધીરે ધીરે હિન્દુ અનુયાયીઓ વધારવામા વિખરવા લાગી છે.


    હિન્દુત્વ આદિવાસીઓને કોઇ વર્ગ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર) મા ગણતો નથી. જ્યારે આદિવાસીઓ પોતાને હિન્દુ ગણે છે ત્યારે મોટા ભાગના હિન્દુઓને ગમે છે પણ સામાજિક એકતાની વાત આદિવાસી છોકરા/છોકરીના લગ્ન સમયે આવે છે. આદિવાસીઓને હજુ પણ અન્યજાતિના ગણવામાં આવે છે અને સ્વીકાર્વામાં આવતા નથી. (ઉપરાંત તે જાતિઓમાં પણ જેમા આંતરજાતિના લગ્ન માન્ય છે)


    ખ્રિસ્તીધર્મ


    ખ્રિસ્તી મિશનરીઓના સંપર્કના લીધે, થોડા ધોડિયાઓએ ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો છે, તેમ છતા ખ્રિસ્તી ધોડિયાઓની સંખ્યા ઘણી ઓછી છે અને મોટા ભાગે બધા હિન્દુધર્મ જ પાળે છે.



  • કુળ
  • The Dhodia have subdivisions called kuls which are equivalent of individual clan (gotra in Hinduism). The name of the kul is passed on in a patriarchal manner and it is believed that if you share the same kul, you are a part of the same family and share a blood tie. There is no hierarchy  in the kuls and all kuls are considered to be equivalent. Thus, though marriages of Dhodia are conducted within Dhodia, they are not conducted within the same kul. Probably this was an old time way to prevent inbreeding.


    In Hinduism, Gotra is a term applied to a clan, a group of families, or a lineage - exogamous and patrilineal - whose members trace their descent to a common ancestor, usually a sage of ancient times. A gotra is of immense importance to a Hindu for it shores up his identity. All Hindu ceremonies require a statement of the gotra. Gotra also comes of use during the performance of the rites of passage or sanskaras. People of the same gotra (sagotra) are not allowed to marry, to prevent inbreeding. In this context, the Dhodia consider themselves to fall under the gotra 'Kashyap'
     
      
    Following is the list of all Dhoida Kul
    (I have borrowed most of the list from the Gandhinagar Dhodia website, Some were found after communication with friends in communities and others from refrences available in the literature. If any have been left out, please email me and i will add to the list) 


     
     Sr. No
    Kuls
     1
    Ahira ya Aadir 
     2
    Anjariya 
     3
    Atara
    4
     Atara Mota
     5
     Bagalaniya
     6
     Bamahiya
     7
     Bandhukamodiya
     8
     Barmai Bedhiya
    9
     Bavisa
     10
     Bhatada
     11
     Bhatt
     12
     Bhoi - Bhoya
    13
     Bhoi Chokha
    14
    Bhoi Mehta
    15
    Bhoi Mota
    16
    Bhoi Nana
    17
    Bhoi Palkhi
    18
    Bhoi Palkhi Sikari
    19
    Bhoi Sikari
    20
    Bhoi Taliya
    21
    Bhoi Vadhela
    22
    Bhoya
    23
    Bhuruliya
    24
    Bhramaniya
    25
    Bhramaniya Desai
    26
    Bhramaniya Josi
    27
    Bhramaniya Kach
    28
    Bhramaniya Mota
    29
    Bhramaniya Sahi
    30
    Bhramaniya Savak
    31
    Chatni Chobadiya
    32
    Chaudhry
    33
    Chauhan
    34
    Chhah Dholiya
    35
    Chibhad
    36
    Chobadiya
    37
    Dhadiya Bhraman Kach
    38
    Dabhadiya
    39
    Dalvi
    40
    Dang Badiya
    41
    Delkar
    42
    Deval Dhadiya
    43
    Dhadakiya
    44
    Dhadiya - Dhariya
    45
    Dhagadiya
    46
    Dhan Pataliya
    47
    Dhanarupa - Dhanasari
    48
    Dhanbhatadiya
    49
    Dhanu Dharmi
    50
    Dhanupati
    51
    Dharkiya
    52
    Doduliya - Danduliya
    53
    Doi Foda
    54
    Desai
    55
    Gora Desai
    56
    Kala Desai
    57
    Gaamta Gomta
    58
    Gayakwadi
    59
    Gomta
    60
    Ataliya Garasiya
    61
    Bahadur Garasiya
    62
    Barsi Garasiya
    63
    Bhal Garasiya
    64
    Bharaman Bokdi Garasiya
    65
    Bharaman Kach Garasiya
    66
    Bhatt Garasiya
    67
    Bhes Garasiya
    68
    Bhraman Garasiya
    69
    Chaudhri Garasiya
    70
    Chavli Garasiya
    71
    Chika Garasiya
    72
    Chilmi Garasiya
    73
    Dhadiya Garasiya
    74
    Dhal Talvari Bhraman Garasiya
    75
    Garasiya
    76
    Garvi Garasiya
    77
    Govri Garasiya
    78
    Kach Garasiya
    79
    Kangoi Garasiya
    80
    Kapdi Garasiya
    81
    Kapli Garasiya
    82
    Kok Garasiya
    83
    Kokan Garasiya
    84
    Kukdi Garasiya
    85
    Kuthiya Garasiya
    86
    Lim Garasiya
    87
    Madan Garasiya
    88
    Mota Bahadur Garasiya
    89
    Mota Garasiya
    90
    Mul Garasiya
    91
    Nagar Garasiya
    92
    Nangal Garasiya
    93
    Rajput Garasiya
    94
    Rajput Nagar Garasiya
    95
    Sadhu Garasiya
    96
    Sahi Garasiya
    97
    Sankaltodaya Garasiya
    98
    Shan Garasiya
    99
     Shikari Garasiya

     
     Sr. No
    Kuls
    100
    Sonari Dhaneri Kapli Garasiya
    101
    Sudh Garasiya
    102
    Surji Garasiya
    103
    Tambalekh Garasiya
    104
    Thakor Garasiya
    105
    Tham Garasiya
    106
    Thari Garasiya
    107
    Tulsi Garasiya
    108
    Ugta Surya Garasiya
    109
    Ugta Surya Mota Garasiya
    110
    Vadh Garasiya
    111
    Vairagi Garasiya
    112
    Vansfod Dhadiya Grasiya
    113
    Vavdi Garasiya
    114
    Vel Garasiya
    115
    Harkaniya
    116
    Hatakada
    117
    Hathi
    118
    Josi Josiya
    119
    Josi Mehta
    120
    Jyotish Bhraman
    121
    Kachaliya
    122
    Kanbi
    123
    Kedariya
    124
    Kharpediya
    125
    Kharva
    126
    Kharvi
    127
    Kokaniya
    128
    Kokaniya Nana
    129
    kokaniya Mota
    130
    Kokaniya Panchmuliya
    131
    Kola
    132
    Kumbhar Nagaliya
    133
    Kumbhariya
    134
    Madvad
    135
    makhankaj
    136
    Mangi Hungi Dhadiya
    137
    Marwada
    138
    Moziya
    139
    Mulvasi Rajpuriya
    140
    Muzariya
    141
    Mota Ahari
    142
    Mota Ahir
    143
    Mota Bagalaniya
    144
    Mota Bhatada
    145
    Mota Bhoya
    146
    Mota Desai
    147
    Mota Dhadiya
    148
    Mota Dhagadiya
    149
    Mota Dhakuriya
    150
    Mota Doi Foda
    151
    Mota Kola
    152
    Mota Nayak
    153
    Mota Ranmoliya
    154
    Mota Vanzariya
    155
    Nagar - Mota
    156
    Nagar - Nagariya
    157
    Nagar Bhraman
    158
    Nana Desai
    159
    Nana Nayak
    160
    Nana Nevariya
    161
    Nana Nevariya Desai
    162
    Nana Rajput
    163
    Nangudiya
    164
    Nayak - Naika
    165
    Nayaksar
    166
    Nevariya Desai
    167
    Nita Taliya
    168
    Nivadiya
    169
    Panchal
    170
    Panchbadiya
    171
    Panchlaviya
    172
    Panchmuliya
    173
    Pandiya
    174
    Panhoriya - Paneriya
    175
    Parai Modiya
    176
    Parmar
    177
    Pataliya
    178
    Patel
    179
    Podaniya
    180
    Prabhu
    181
    Pradhan
    182
    Raah Dhadiya
    183
    Rajput
    184
    Ranmoliya
    185
    Ranmoliya Bhraman
    186
    Rathod
    187
    Raval
    188
    Ravat - Ravta
    189
    Ravta
    190
    Rupa Bhatada
    191
    Savak Sakuliya
    192
    Shah
    193
    Shahu
    194
    Shahut
    195
    Shavkuliya
    196
    Sindhuriya - Sinduriya
    197
    Thakkar
    198
    Thakor
     


  • જન્મવિધિ
    થોડા સમય માટે, નવા જન્મ પછી, માતા અને સંતાનને અસ્વચ્છ ગણવામાં આવતા હતા. સામાન્ય રીતે જન્મ પછી સ્ત્રી કાળજી રાખે છે. બાળકને તેના પિતાની બહેન (ફોઇ) દ્વારા નામ અપાય છે.


    લગ્નવિધિ
    આદિવાસીઓ તેમની છોકરીઓને ઘણુ માન આપે છે અને તેમના હકોની રક્ષા પણ કરે છે, મુખ્યાપ્રવાહના સમાજોની જેમ અત્યાચાર નથી કરતા. એ એક આશ્ચર્યની વાત નથી કે ધોડિયામાં સ્ત્રી/પુરુષનો રેશિયો ઉત્તમ છે, હિન્દુ સમાજની જેમ છોકરાનો આગ્રહ રાખવામાં આવતો નથી.


    ધોડિયામાં લગ્નો હમેશા અલગ કુળના છોકરા - છોકરી વચ્ચે થાય છે. લોહીનો સંબંધ હોવાને લીધે માતા અને પિતાની આરોહી પેઢીઓમાં લગ્નની મનાઇ છે. બાળલગ્નો ધોડિયા સમાજમાં થતા નથી, મોટે ભાગે લગ્ન ત્યારે જ થાય છે જ્યારે છોકરી યૌવન પ્રાપ્ત કરી લે. લગ્ન માટે પણ છોકરી પર દબાણ કરવામાં આવતુ નથી, માતા-પિતાએ કરેલી પસંદગી પૈકી પસંદ કરવાની છુટ હોય છે. એક જ વાર લગ્ન કરવાની પ્રથા છે તેમ છતા કેટલાક પુરુષો વધુ લગ્નો કરે છે. પહેલાના દિવસોમાં, લગ્ન છોકરાના ઘરે કરવામાં આવતા હતા. અન્ય હિન્દુઓની જેમ આ પણ બદલાયુ છે, હવે છોકરીના ઘરે લગ્ન કરવામાં આવે છે.


    દહેજપ્રથામાં મુખ્યપ્રવાહના ભારતીય સમાજ કરતા ઉલટુ, ધોડિયા આદિવાસીઓમાં પરંપરાગત રીતે છોકરીની કિંમત હતી. અત્યારના દિવસોમાં, ફક્ત નામ પુરતા થોડા પૈસા આપવામાં આવે છે. દહેજની પ્રથા આ સમાજમાં નથી.


    જો ભિન્નતાનો કોઇ ઉકેલ ન હોય તો સમાજના નિયમો પ્રમાણે છુટાછેડા થાય છે, તેમ છતા સમાજના જાતિ પંચ દ્વારા બન્ને પક્ષેથી સહમતિ લેવામાં આવે છે. જે છુટાછેડાની માંગ પહેલા કરે છે તેને દંડ પણ કરવામાં આવે છે.


    પહેલાના દિવસોમાં, વિધવાના લગ્ન તે જ કુટુંબમાં યુવાન પુત્ર સાથે કરવામાં આવતા હતા. આજના સમયમાં આવુ થતુ નથી છતા વિધવા પુનર્લગ્નને આવકારવામાં આવે છે.


    મરણવિધિ
    મરણની બાબતમાં સામાન્ય રીતે શરીરને બાળવામાં આવે છે. મોટો પુત્ર અંતિમવિધિ કરે છે. ગર્ભવતી સ્ત્રી કે બાળકના મરણ સમયે શરીરને દાટવામાં આવે છે.


    કાપણીની વિધિ
    કાપણી પછી ધોડિયાઓ કુળદેવતા, ગામદેવતા અને માવલીને પ્રસાદ ચઢાવે છે.


    ભગતો
    ભગતો એ સમાજના પૂજારીઓ છે જે અમુક વાર દવા આપનાર પણ બને છે. તેમને ઔષધિ છોડવાઓની જાણકારી હોય છે પણ મોટા ભાગે એવુ માનવામાં આવે છે તેમની પાસે રોગ અને દુ:ખ મટાડવા માટે ધાર્મિક શક્તિ હોય છે. ભગતો પાસે તેવી શક્તિઓ હોય છે જેથી ખરાબ નજરથી બચી શકાય છે અને ભુત/ડાકણોથી રક્ષણ મેળવી શકાય છે. ભગતની સેવાઓ મોટે ભાગે મફત હોય છે પણ નાની રકમની દાન તરીકે અપેક્ષા રાખવામાં આવે છે, છતા તે જરૂરી નથી.


    ડાકણો
    ઘણા ધોડિયાઓ ડાકણોમાં માને છે અને સમાજમાં થતી ખરાબ ઘટનાઓનો દોષ ડાકણોને આપે છે. મોટા ભાગે ડાકણો સ્ત્રીઓ ગણવામાં આવે છે પણ અમુક વાર પુરૂષ પાસે પણ રાક્ષસી શક્તિ હોવાનુ મનાય છે. ડરના કારણને લીધે સ્ત્રીઓને ડાકણ ગણવામાં આવે છે. હત્યાઓના ઘણા કિસ્સાઓ નથી. છુટા છવાયા કિસ્સાઓ સાંભળવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ડાકણો પાસે એવી શક્તિ હોય છે જે તેની વહુ કે પુત્રીને આપી શકે છે, જેથી તે શક્તિઓનો કોઇ વારસ મળિ શકે.


    માવલી
    માવલી નામની પૂજા (તહેવાર) પણ કરવામાં આવે છે. માવલી એક સ્થાનિક પ્રાર્થનાની પ્રથા છે જે વર્ષમાં એક વાર થાય છે. સ્થાનિક ભગતને બોલાવવામાં આવે છે જેમા ભગવાનને નવડાવવામા આવે છે અને વાંસના મંદિરમાં રાખવામાં આવે છે અને આ વિધિ ૨૪ કલાક ચાલે છે જેમા ભગત 'દુધી'માંથી બનાવેલુ વાંજિત્ર વગાડે છે. ભગત અમુક વાર સળગતો કોલસો પકડવાની કે ખાવાની વિસ્મયકારી કરામતો કરે છે. તેઓ પૂજા દરમિયાન સમાધિની સ્થિતિ મેળવે છે જેમા તેમને કાંટા જેવા દર્દનો અનુભવ થતો નથી.


    દિવાસો
    દિવાસો એ ધોડિયા સમાજ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર છે. દિવાસોના દિવસે નાની ઢીંગલીઓ બનાવીને લગ્નવિધિ કરવાની, તેના પછી નાની હોડીઓ બનાવીને નદીમાં મુકવામાં આવે છે તેથી તેઓ તેમનુ જીવન સાથે જીવી શકે. કેટલાક લોકો કહે છે કે આ હળપતિ સમાજની પરંપરા છે જેને ઘણી નજીકતાના લીધે અમલમાં આવી છે. નાની ઢીંગલીઓને નાની હોડીઓમાં જોવાની અલગ જ મઝા છે. દિવાસો હિન્દુ શ્રાવણ મહિનાની આજુબાજુ ઉજવાય છે.


    દિવાળી મેરીયાન
    આ એક પ્રકારની ઉજવણી છે જે પશુઓ, ખેતીનુ ઉત્પાદન વધવાની અને કોઇને દુ:ખ ન આવવાની આશાએ ઉજવવામાં આવે છે. મહુવા/પલાશના પાન ઉપર દિવાળીનો દિવડો મુકવામા આવે છે જેને ઉકરડો (જ્યા પશુઓના મળમુત્ર એકત્રિત હોય છે) પાસે રાખવામાં આવે છે. તેના પછીના દિવસે કાકડી, અડદ દાળ વગેરેનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.


    પુરૂષ અને સ્ત્રીઓનુ સ્થાન અને ફરજો
    પુરૂષો સામાન્ય રીતે ખેતીકામ કરે છે જ્યારે સ્ત્રીઓ ખેતીકામ ઉપરાંત ઘરના કામ પણ કરે છે. થોડા અપવાદોને છોડીને સામાન્ય રીતે કામનો ભાર સમાન રીતે વહેંચવામાં આવે છે. પુરૂષો અંતિમ નિર્ણય લે છે તેમ છતા સ્ત્રીઓ ઘરની બાબતોમાં નિર્ણય લે છે.




                                                            BHAGAT VAGADE CHE


  • Gyan Kiran DhodiaSamaj Mandal, Surkhai

    Shrimati Shantaba Narandas Samaj Bhavan,
    Shree Gyankiran Dhodia Gyati Mandal,
    At-Surkhai,Ta-Chikhali,Dist-Navasri,
    State-Gujarat(India).
    Samaj Bhavan- (02634)244494
    Dr.Pradip Garasiya - (+91)9925012859

    Activities:
    -Medical Camps
    -Career Guidance
    -Group Weddings
    -Financial Assitance to the needy students
    -Promotes other cultural activities


    It has a huge network of people who work together for the growth of the community. Some of the activites of the Dhodia Mandal at Surkhai is in collaboration with the Dhodia Samaj Mandal at UK.
     
    Shree Dhodia Samaj Welfare Association, Gandhinagar
     This organization was established on 4th January,1996. The main aim was to be helpful to the members of the Samaj in the difficult  times.They also have a Bhajan mandal which perform at the residence of the members in the month of Shravan.
    Aims:
    - To make a samaj bhavan in Gandhinagar
    - To organize various cultural activities in samaj bhavan
    - To arrange for residence quarters/hostel for students to stay in Gandhinagar
    - To start a bookbank for the students of engineering, medicine, pharmacy.
    - To organize meetings for youth to help them find life-partners
    - To organize group weddings
     
    More information about the activities of this samaj are available at
    http://dhodiasamaj.gandhinagar.googlepages.com/

    Dhodia Samaj Mandal, Vadodara

    Activities:
    -January/February (Annual Function)
    -Various competitions related to children are organized and the prizes are given on the Day of Function.
    -One day tour is organized during Diwali holidays.
    -Cricket & Chess competitions are organized in December.
    -On the evenings of festivals sometimes Bhajans are organized.

    The leaders aim to construct a Community Centre (Samaj Bhavan) & a school in Vadodara at some point of time.

    Address - Gyan Jyot Society
                   Opp. Yash Complex Road
                   Near Abhishek Society
                   Gotri, Vadodara - 390021

    Dhodia Samaj Wadi, Atakpardi, Valsad  

    This mandal organizes various cultural activities and group weddings.
    It distributes prizes to students that perform well in academics in the annual gatherings.
    This mandal owns the Sanskrutik Bhavan of Shree Samast Dhodia Samaj. 
    It also has founded 2 highschools and 5 hostels.
    This Mandal thus actively promotes Education.

    Dhodia Samaj Mandal, Surat
    Sarvoday Society, Bhatar, Surat
    Contact Phone no: Deepak Patel 9879012762

    Activities:
    - Samuh Lagna
    - Annual Day Celebrations
    - Row houses at Puna Jakatnaka. Surat.

    Dhodia Samaj Mandal, Navsari
     
    Navsari Dhodia Gnati Panch, Near Dashera Tekari, navsari, Reg. No.-A/544/Navsari.

    More information on:

    Dhodia Samaj Mandal, UK
     
    More information:
    http://www.dhodia.co.uk/